Skip to main content
Settings Settings for Dark

ગુજરાતભરમાં નૂતન વર્ષની રંગારંગ ઉજવણી

Live TV

X
  • અમદાવાદ, રાજકોટ, સુરત, ડાંગ, વડોદરામાં વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યુવાધન હિલોળે ચઢ્યુ

    દેશ અને દુનિયાભરમાં નૂતન વર્ષ 2020ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી..અમદાવાદ, રાજકોટ, સુરત, ડાંગ, વડોદરામાં વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યુવાધન હિલોળે ચઢ્યુ હતુ..અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના છેલ્લા દિવસે ભારે જનમેદની નવ વર્ષને વધાવવા ઉમટી હતી.

    ડાંગ જિલ્લાના આહવા ખાતે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે નવા વર્ષ ની ઉજવણી કરાઈ હતી. સી.એન. આઈ ચર્ચ દ્વારા નાના બાળકો થી માંડીને તમામ ખ્રિસ્તી ભાઈ બહેનો એ નાટક, ગરબા, ન્રુત્ય રજૂ કર્યા હતા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.ફાધર જીવલ બાગુલ દ્વારા પ્રાથના સભા માં કેંડલ સળગાવી પ્રભુ ઇસુની સ્તુતિ કરાઇ હતી

    જામનગર શહેરે પણ વર્ષ 2020 ને વધાવવા અનેક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શહેરના અનેક પાર્ટી પ્લોટ, હોટેલ ની પાર્ટીઓ માં ફિલ્મ સ્ટાર અને કલાકારો આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાતિલ ઠંડી વચ્ચે પણ ન્યુયર ની પાર્ટી ના આયોજકો અને પાર્ટી રસિયાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ન્યુયર પાર્ટી માં ખાસ લાઈટીંગ સાથે ના ડાન્સિંગ ફ્લોર, હજારો વોટ્સ સાથેની સાઉન્ડ સીસ્ટમ , ડીજે ઓરકેસ્ટ્રા અને રંગારંગ લાઈટ્સ સાથે લોકોને આકર્ષવાના પ્રયત્ન કરવામાં આવ્યા કરવામાં આવ્યા હતા ફિલ્મ એકટર કાયનાત અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જામનગર ના શહેરીજનો નો ઉત્સાહ વધાર્યો હતો.

    યાત્રાધામ અંબાજી માં પણ સૌપ્રથમ વખત વર્ષ 2019 ને વિદાય આપવા ને 2020 નું સ્વાગત કરવા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રસિકો દ્વારા ડાન્સ પાર્ટી યોજી ને વર્ષ ની અંતિમ રાત્રી ની ઉજવણી કરી હતી. રાત્રી ના 12 કલાક ના ટકોરે 2019 વીદાય નો કેક કાપી નવા વર્ષ 2020 ને ભવ્ય આતશબાજી કરીને વધાવી લીધું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply