ગુજરાતમાં આજે પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ યથાવત
Live TV
-
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે આજે રાજ્યના અનેક સ્થળોએ કમોસમી વરસાદ નોંધાયો છે. અમરેલી, બનાસકાંઠા, અંબાજી, ડાંગ, ગીરસોમનાથ, કચ્છ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે આજે રાજ્યના અનેક સ્થળોએ કમોસમી વરસાદ નોંધાયો છે. અમરેલી, બનાસકાંઠા, અંબાજી, ડાંગ, ગીરસોમનાથ, કચ્છ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો.
અમરેલીના સાવરકુંડલામાં 46 mm, ખાંભામાં 14 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં 42 mm, થરાદમાં 22 mm વરસાદ પડ્યો હતો. ડાંગના આહવામાં 33mm, ગીર સોમનાથના તાલાલામાં 25 mm, ભુજમાં 20 mm વરસાદ પડ્યો હતો. નવરાત્રીમાં પડી રહેલ કમોસમી વરસાદને પગલે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રમાં રહેલી આંશિક દબાણની સ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે.