સાણંદઃ ગાયના ગોબરમાંથી દીવડા બનાવી કોરોનાકાળમાં આપી રોજગારી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક વસ્તુઓના વપરાશ માટે વોકલ ફોર લોકલ સુત્ર આપ્યુ છે. આ સુત્રને સાર્થક કરતા સાણંદના નિધરાડ ગામના વતની પરેશભાઈ ગાયના ગોબરમાંથી દિવડા, મુર્તિ સહિતની હાથ બનાવટની વસ્તુઓ બનાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક વસ્તુઓના વપરાશ માટે લોકલ ફોર વોકલ સુત્ર આપ્યુ છે. આ સુત્રને સાર્થક કરતા સાણંદના નિધરાડ ગામના વતની પરેશભાઈ ગાયના ગોબરમાંથી દિવડા, મુર્તિ સહિતની હાથ બનાવટની વસ્તુઓ બનાવી રહ્યા છે.
અમદાવાદના સાણંદ તાલુકાના નિધરાડ ગામના વતની પરેશભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી 80 જેટલી ગાયોનુ પશુપાલન કરીને રોજનું 50 લિટર દુધ ભરાવીને આવક મેળવે છે. આ સાથે જ પરેશભાઈ તેમની આગવી આવડતથી ગાયોના ગોબરમાંથી હાથ બનાવટનાં કોડિયા, મુર્તિઓ, દિવાલ પરના વોલપીસ પણ બનાવે છે.
પરેશભાઈએ આ નવરાત્રીને ધ્યાનમાં રાખીને 700 દીવડાઓ બનાવવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે. નીધરાડ ગામની મહિલાઓને પણ રોજગારી મળી રહે તે માટે તેમણે ગામની મહિલાઓને પણ આ દીવડાઓ સહિતની વસ્તુઓ બનાવતાં શીખવ્યુ છે. છેલ્લા ચાર મહિનાથી ગામની મહિલાઓ ગાયના ગોબરમાંથી જુદી-જુદી વસ્તુઓ બનાવી રોજગારી મેળવી રહી છે. મહિલાઓ ગાયના ગોબરને જુદા-જુદા બીબામાં ઢાળીને હાથ બનાવટના દીવડા, મુર્તીઓ, સહિતની હાથ બનાવટની વસ્તુઓ બનાવી રહી છે.
હાલમાં લોકો ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે તેથી પરેશભાઈના આ ગોબરના કોડિયા, મુર્તિઓ, વોલપીસ જેવી વસ્તુઓથી લોકોને ખુબ આકર્ષિત થઈ રહ્યા છે. આમ પર્યાવરણનું જતન અને વાતાવરણની શુદ્ધતાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે તેઓ આવનારા દિવસોમાં આ ગાયના ગોબરમાંથી અગરબત્તી પણ બનાવશે. લોકો જેમ વધુ ઈકો ફ્રેન્ડલી અને દેશી બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરે તે દેશના અર્થતંત્ર અને પર્યાવરણ માટે ખુબ ઉપયોગી બની રહે છે.
