વિધાનસભા પેટા ચૂંટણીમાં 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો લડશે ચૂંટણી
Live TV
-
આઠ બેઠકો પર પેટા ચૂંટણીમાં ઉમેદવારોએ ભરેલા પત્રોની ચકાસણી બાદ કુલ 102 ઉમેદવારોનાં પત્ર માન્ય રખાયા હતા. 19 ઓક્ટોબરે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ 21 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યુ હતુ.

વિધાનસભા પેટા ચૂંટણીમાં 19 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. હવે પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનુ ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણી કમિશ્નરે જાહેર કરેલ આંકડા પ્રમાણે હવે પેટા ચૂંટણીમાં કુલ 81 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે. આ આંકડામાં સૌથી વધુ 14 ઉમેદવારો લીંબડી બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે સૌથી ઓછા 4 ઉમેદવાર કપરાડા બેઠક પર ચૂંટણી લડશે.
આઠ બેઠકોના બેઠક પ્રમાણેના કુલ ઉમેદવારોમાં અબડાસા બેઠક પર 10, લીંબડી બેઠક પર 14, મોરબી બેઠક પર 12, ધારી બેઠક પર 11, ગઢડા બેઠક પર 12, કરજણ બેઠક પર 9, ડાંગ બેઠક પર 9 અને કપરાડા બેઠક પર 4 ઉમેદવારો પોતાનુ નસિબ અજમાવશે.