Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કાતિલ ઠંડીનો કહેર: નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

Live TV

X
  • ગુજરાતમાં કાતિલ ઠંડીનો કહેર: નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે કચ્છનું નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે.

    સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર

    કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીએ જોર પકડ્યું છે. નલિયા બાદ ભુજમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે, જ્યાં તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલી: 9.7 ડિગ્રી અને રાજકોટ: 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે

    રાજ્યના અન્ય મુખ્ય શહેરોનું તાપમાન

    મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે. જોકે, ગત દિવસની સરખામણીએ આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. વિવિધ શહેરોમાં નોંધાયેલ તાપમાન નીચે મુજબ છે:

    ડાંગ    11.8°
    કંડલા    12.0°
    ભાવનગર    13.8°
    વડોદરા    14.2°
    સુરત    14.4°
    અમદાવાદ    14.8°
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply