ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર
Live TV
-
અમદાવાદમાં 9.4 ડિગ્રી ,સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું
સમગ્ર ગુજરાતમાં ,ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ,ઠંડીનો પારો ,10 ડિગ્રીથી ,નીચે નોંધાયો છે. જેમાં 7.2 ડિગ્રી સાથે ,નલિયા ,સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 9.4 ડિગ્રી ,સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અન્ય જે શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું ,જેમાં ગાંધીનગરમાં ,7.4 ડિગ્રી,ડીસામાં 9.3 ડિગ્રી, મહુવામાં ,9.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં 30.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન સાથે ,સામાન્ય કરતાં ,3.1 ડિગ્રીનો વધારો ,અને 9.4 ડિગ્રી ,લઘુત્તમ તાપમાન સાથે ,સામાન્ય કરતાં ,2.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ,આગામી ચાર દિવસ દરમિયાન ,ઠંડીનો પારો ,11 ડિગ્રીની આસપાસ રહેશે.જોકે 6 જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો ,વધુ એક રાઉન્ડ ,શરૂ થશે ,તેવું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે ,કે, ઉત્તર પૂર્વથી પૂર્વની દિશાનો ,સૂકો પવન ,હાલ ફૂંકાઈ રહ્યો છે. આગામી ચાર દિવસ દરમિયાન ,ઠંડીમાં વધારો થાય ,તેવી શકયતા ઓછી છે ,અને સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ,11 ડિગ્રીની આસપાસ રહેશે.
