ગુજરાતમાં કોરોનાના 14 કેસ પોઝિટિવ, CM રૂપાણીએ યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં કોરોના સંક્રમિત 14 કેસ પોઝિટિવ આવ્યા છે. મુખ્યમંત્રીએ આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલ તે લોકોની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાંઅમદાવાદ શહેરમાંથી ચાર કેસ ગ્રામ્ય માંથી એક કેસ ,વડોદરા માં 3 ,સુરત માં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક અને એક કચ્છમાં એમ કુલ ૧4 પોઝિટિવકેસ ગુજરાતના છે. મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ અને યુએન મહેતા હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી જ્યાં તેમને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કોરોના વાયરસ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસને લઈને તકેદારી લેવાઇ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખાસ વિશેષ પગલા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરોમાં ઇન્ફેકશન કંટ્રોલ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
