ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટરના વિકાસને વેગ આપવા નવી માર્ગદર્શિકા જાહેર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC)ના વિકાસને વેગ આપવા GCC પૉલિસી 2025-30ના અસરકારક અમલીકરણ માટે Operational Guidelines 1.0 જાહેર કરી છે.
આ માર્ગદર્શિકા હેઠળ GCCની ઓળખ, પાત્રતા, નવા સેન્ટરની સ્થાપના, હાલના સેન્ટરના વિસ્તરણ તથા વિવિધ પ્રોત્સાહક સહાય મેળવવા માટેની પ્રક્રિયાનું સ્પષ્ટ માળખું નક્કી કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ ઇન્સેન્ટિવ માટેની અરજીથી લઈને ક્લેમની ચકાસણી અને ચુકવણી સુધીની પ્રક્રિયા એક જ ડિજિટલ પ્લેટફૉર્મ પર કરવામાં આવશે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવવામાં આવેલા Integrated Incentive Management Portal પર ઇન્સેન્ટિવ અરજી, ક્લેમ પ્રોસેસિંગ, ચુકવણી તેમજ Skill Development Courses માટે અરજી કરી શકાશે.
GCC માટે ઇન્સેન્ટિવની ગણતરી શરૂ કરવા માટે ‘Month of Eligibility’ નક્કી કરવામાં આવ્યો છે. Commercial Operation શરૂ થવાની તારીખ, In-principle Approval અથવા Eligible Employee Count હાંસલ થવાની તારીખમાંથી જે તારીખ સૌથી પાછળની હશે, તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણવામાં આવશે.GCCની ઓળખ અને પાત્રતા માટે Board Resolution, Service Level Agreement (SLA), Ownership Structure, Detailed Project Report (DPR), GST Certificate તથા જરૂરી હોય ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત રોકાણની વિગતો રજૂ કરવાની રહેશે.
GCC પૉલિસી હેઠળ Eligible CAPEX Expenditureમાં બિલ્ડિંગનું બાંધકામ અથવા ખરીદી, કમ્પ્યુટર, સૉફ્ટવેર, નેટવર્કિંગ હાર્ડવેર તથા અન્ય સંબંધિત Fixed Assetsના ખર્ચનો સમાવેશ થાય છે. જમીનનો ખર્ચ પાત્ર ગણાશે નહીં. જોકે, જમીન અથવા ઑફિસ સ્પેસના લીઝ, વેચાણ અથવા ટ્રાન્સફર માટે ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી તેમજ Captive Renewable Energy Plant માટેનાં સાધનોનો ખર્ચ પાત્ર બની શકે છે.ફર્નિચર, ફિક્સચર, રિનોવેશન, સિવિલ વર્ક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ઇલેક્ટ્રિકલ ફિક્સચર, HVAC સાધનો તથા GCC માટે જરૂરી અન્ય પ્લાન્ટ અને મશીનરીનો ખર્ચ પણ આધારભૂત દસ્તાવેજોને આધારે ગણતરીમાં લઈ શકાશે.
CAPEX ક્લેમ Eligible Period પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર નાણાકીય વર્ષ મુજબ રજૂ કરવાનો રહેશે. OPEXનો પ્રથમ ક્લેમ Month of Eligibilityથી શરૂ થતા અનુગામી બે ક્વાર્ટરમાં અને ત્યારબાદના ક્લેમ દરેક આગામી ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવાના રહેશે. Special Incentive અને Quality Certificationના વાર્ષિક ક્લેમ આગામી નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવાના રહેશે.
ક્લેમ રજૂ કરવામાં વિલંબ થાય તો વિલંબના દિવસોને આધારે ઇન્સેન્ટિવની ગણતરી Pro-rata ધોરણે કરવામાં આવશે. ક્લેમની ચકાસણી માટે કંપનીના વિવિધ દસ્તાવેજો, કર્મચારીઓની વિગતો, રોકાણના ઇન્વૉઇસ, પ્રથમ સર્વિસ ઇન્વૉઇસ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત ક્લેમ અને ખર્ચની વિગતો રજૂ કરવાની રહેશે.નવી Operational Guidelines દ્વારા GCC પૉલિસી 2025-30ના અમલ માટે ડિજિટલ અને દસ્તાવેજ આધારિત પ્રક્રિયાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા નવા GCCની સ્થાપના તેમજ હાલના સેન્ટરના વિસ્તરણ માટેની પ્રક્રિયાને સ્પષ્ટ બનાવે છે.
