Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • નર્મદા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ હતી.

    બેઠકમાં જિલ્લામાં નાગરિક પુરવઠા વ્યવસ્થાની કામગીરી, જાહેર વિતરણ પ્રણાલીની અસરકારકતા, ગ્રાહક સુરક્ષા તેમજ તકેદારી સમિતિની કામગીરી, તોલમાપ, દુકાનોમાં સમયાંતરે ચકાસણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકની દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં નોંધાયેલા રેશનકાર્ડ ધારકો, જાહેર વિતરણ પ્રણાલી હેઠળ અનાજના વિતરણ, વિવિધ યોજનાઓની અમલવારી તેમજ વિભાગ દ્વારા હાથ ધરાતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી.

    જિલ્લામાં ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાણીપીણીના સ્થળો, હોટલો અને અન્ય ખાદ્ય સંસ્થાઓની નિયમિત તપાસ કરવામાં આવે તેમજ ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ કાર્યવાહી સતત હાથ ધરવા નિવાસી અધિક કલેક્ટરએ સૂચના આપી હતી.ગ્રાહક સુરક્ષાને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના નાગરિકોને પોતાની ફરિયાદો રજૂ કરવા માટે ઉપલબ્ધ પ્લેટફોર્મ અંગે પૂરતી માહિતી મળી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન યોજવામાં આવે, જેથી વધુમાં વધુ લોકો ગ્રાહક અધિકારો અંગે જાગૃત બને અને જરૂરી સમયે તેનો લાભ લઈ શકે તે બાબતો ઉપર પણ ભાર મૂક્યો હતો.આ બેઠક બાદ જિલ્લા તકેદારી સમિતિ તેમજ જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની પણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે તકેદારી સમિતિઓની કામગીરી વધુ પરિણામલક્ષી બને તે માટે જરૂરી પગલાં લેવા ભારપૂર્વક જણાવ્યું હતું. બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પ્રાપ્ત થયેલા પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા ન્યાય સમિતિના અધ્યક્ષ શકુંતલાબેન વસાવા, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સમિતિના બિનસરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
apply