ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, વરસાદી વાતાવરણ યથાવત્
Live TV
-
ગુજરાતભરમાં મેઘરાજે મહેર કરી છે. જોકે સતત અને અનારાધાર વરસી રહેલા વરસાદની તિવ્રતા હવે ઘટી રહી છે. ત્યારે આજે સવારથી જ ફરી કેટલાંક સ્થળો વરસાદ વરસ્યો હતો. જેમાં મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ , છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.
ગુજરાતભરમાં મેઘરાજે મહેર કરી છે. જોકે સતત અને અનારાધાર વરસી રહેલા વરસાદની તિવ્રતા હવે ઘટી રહી છે. ત્યારે આજે સવારથી જ ફરી કેટલાંક સ્થળો વરસાદ વરસ્યો હતો. જેમાં મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ , છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જ્યારે મહિસાગર, ડાંગ તેમજ તાપી અને નવસારી જીલ્લાના કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટાં રસ્તા ભીના કરી ગયાં હતાં. જોકે આ તમામ વચ્ચે હવે તંત્ર સામે સૌથી મોટો પડકાર ગામેગામ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ છે. આ નિકાલ માટે પણ તંત્ર કામીગીર કરી રહ્યું છે.
રાજ્યમાં થયેલ વ્યાપક વરસાદના પરિણામે રાજ્યના ૨૦૪ જળાશયોમાં હાલ ૪,૬૩,૮૩૪.૨૮ એમસીએફટી જળ સંગ્રહ શક્તિના ૮૩.૩૨ ટકા જેટલો થાય છે. નર્મદા ડેમ પર પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.43 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 9 લાખ 69 હજાર 162 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણીને છોડવા માટે ડેમના 23 દરવાજા ખોલીને 8 લાખ 16 હજાર 644 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જેના કારણે હજુ પણ નર્મદા નદીમાં જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. ગોરા પૂલ હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો હોવાને કારણે અવરજવર માટે બંધ છે. પાણીની આવકના પગલે 1200 મેગાવોટના તમામ ટરબાઇન 24 કલાક કાર્યરત થઇ ગયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૨૭૪.૦૮ એમસીએફટી જળ સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૯૪.૬૧ ટકા જેટલો થયો છે. રાજ્યના ૮૦જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. ૬૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે ૨૦ જળાશયો ૫૦ થી૭૦ ટકાની વચ્ચે, ૧૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકાની વચ્ચે અને ૨૨ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૩.૬૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૧૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૨૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૦૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં હાલ ૮૧.૭૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ઉકાઇમાં હાલ 75 હજાર 234 ક્યુસેક પાણી આવક છે અને તેટલી જ ઉકાઇ ડેમના આઠ ગેટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામા આવતા તાપી નદીમાં પણ સતત જળસપાટી વધી રહી છે. હાલમાં ઉકાઉ ડેમની સપાટી 339.82 ફૂટ પર પહોંચી ચૂકી છે. ઉકાઇ ડેમ 87.60 ટકા ભરાઇ ચૂક્યો છે. જ્યારે કડાણા ડેમની જળસપાટી417.03 ફૂટ છે. ડેમમાં પાણીની આવક એક લાખ 45 હજાર 488 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. કડાણઆ ડેમના તેર ગેટ ખોલવામાં આવ્યાં છે. વણાકબોરીમાં હાલ ૪૧,૦૫૯ ક્યુસેક પાણી આવક છે અને ૪૧,૦૫૯ ક્યુસેક જાવક છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમની સપાટી 615.45 પર પહોંચી છે. ડેમમાં પાણીનો જથ્થો હાલ 74 ટકા ઉપલબ્ધ છે. ડેમની ભયનજક સપાટી 622 ફૂટ છે. જ્યારે હજુ પણ પાંચ ફૂટ વધુ પાણી ડેમમાં ભરાય ત્યાર બાદ પાણી છોડવા માટે દરવાજા ખોલવામાં આવશે..
