ગુજરાતમાં ચોમાસાનું આગમન પંદર જૂને થવાની સંભાવના: હવામાન વિભાગ
Live TV
-
આગામી ત્રણ, ચાર અને પાંચ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના.
હવામાન વિભાગની આગાહી જણાવે છે, કે ગુજરાતમાં ચોમાસાનું આગમન પંદર જૂને થવાની સંભાવના છે. હાલ રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, અને આગામી ત્રણ, ચાર અને પાંચ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છ. તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું.
