ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર સુધારણા ઝુબેશ અભિયાન
Live TV
-
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. 1 થી 20 જુન સુધી મતદાર સુધારણા યાદી ઝુંબેશ અભિયાન શરૂ કરવાનો આદેશ અપાયો.
આગામી લોકસભા વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. 1-6-2018થી તા. 20-6-2018 સુધી મતદાર સુધારણા યાદી ઝુંબેશ અભિયાન શરૂ કરવાનો આદેશ અપાયો છે. આના અનુસંધાનમાં મતદાર યાદી સુધારણાની કામગીરી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. મતદારોના ઘેર જઈ મતદાર યાદીની ચકાસણી કરવામાં આવશે. નવા નામ, સરનામાં, મૃત્યુની નોંધણી થઈ હોય તો મતદાર યાદીમાંથી નામ કમી કરવા જેવી વિવિધ સુધારણાની કામગીરી ચૂંટણીપંચ દ્વારા હાલ ચાલી રહી છે.
