દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બંધમાં માત્ર અગિયાર ટકા પાણી બચ્યું
Live TV
-
10મી જૂનથી સિંચાઈ માટેનું પાણી ડેમમાંથી બંધ કરી દેવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બંધમાં હવે અગિયાર ટકા જેટલું જ પાણી બચ્યું છે. આગામી 10મી જૂનથી સિંચાઈ માટેનું પાણી ડેમમાંથી બંધ કરી દેવામાં આવશે. પાણીની ઉભી થયેલી તંગીને પહોંચી વળવા માટે ખેડૂતોએ ઉભા પાકને બચાવવા માટે કૂવા ખોદાવવા પડશે અથવા વ્યક્તિગત બોર બનાવવા પડશે તેવું સરકારી તંત્રના અધિકારીઓએ જણાવ્યું છે, જો કે, પીવાના પાણીની તંગી ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. વરસાદ પાછો ન પડે અને ઉપરવાસમાં પાણીની આવક થશે તો ખેડૂતોને રાબેતા મુજબ પાણી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય સંજોગોમાં ઉકાઈ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 15થી 16 રોટેશનમાં દર વર્ષે પાણી પૂરૂં પાડવામાં આવે છે. આ વર્ષે પાણીની અછતના માત્ર છ જ રોટેશન પાણી પૂરૂ પાડવામાં આવે છે. સિંચાઈ માટે જો પાણી પૂરૂં નહીં પડે તો ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થશે એવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
