સાવરકુંડલા તાલુકાના લીખાળામાં એક સિંહ અને દસ નીલ ગાયના મોત
Live TV
-
રેવન્યું વિસ્તારમાં આવેલી વાડીમાં શોર્ટ સર્કિટ થતા થયા મોત.
સાવરકુંડલા તાલુકાના લીખાળા રેવન્યું વિસ્તારમાં આવેલી એક વાડીમાં શોર્ટ સર્કિટ થતા એક સિંહ તથા દસ નીલ ગાયના મોત થયા હતા. વાડીની આસપાસના 110 વીઘા જમીનમાં સરકારની તાર ફેન્સીંગ સ્કીમ પ્રમાણે ફેન્સીંગ કરવામાં આવ્યું હતું. વાડીની અંદર કૂવામાં 50 ફૂટ ઊંડા પાણીમાં સિંહ તથા નીલ ગાયોના મૃતદેહો ફૂલીને પાણીની ઉપર આવી રહ્યા હોવાની બાતમી સાવરકુંડલા વન વિભાગના આરએફઓ કપિલ ભાટિયા તથા પ્રતાપ ચાંદુને મળી હતી.
આ ઘટના શંકાસ્પદ જણાતા ડોગ સ્કવોડ તથા એફએસએલ સાસણની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. જો કે, ડોગ સ્કવોડને વીજળી તારની આસપાસ સિંહ તથા નીલગાયના વાળ તથા રૂવાંટી મળી આવ્યા હતા. એફએસએલના પ્રાથમિક તારણ મુજબ વીજ શોક લાગવાને કારણે જ વન્ય જીવોના મોત થયાનું જાણવા મળ્યું છે. અમરેલી વન વિભાગના સ્ટાફ, સાવરકુંડલાના નોર્મલ રેન્જના અધિકારીઓ દ્વારા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
