ડીઝલના કાળા કારોબાર પર મામલતદારના દરોડા
Live TV
-
પાંચ હજાર લિટરનો જથ્થો ઝડપી સીઝ કર્યો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના ભાવનગર રોડ પર વ્યાજપુર ગામ પાસે હાઈવે પર ચાલતા ડીઝલના કાળા કારોબાર પર મામલતદારે દરોડા પાડ્યા હતા. જેમાં પાંચ હજાર લિટરનો જથ્થો ઝડપી સીઝ કર્યો હતો. અંદાજિત સાડા ત્રણ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. મામલતદારની પ્રાથમિક તપાસ મુજબ ગેરકાનૂની રીતે ડીઝલનું વેચાણ કરી પમ્પ મારફતે ખાનગી ટ્રકો તથા બસોને ડીઝલ ભરી આપવામાં આવ્યું હતું. આ અંગે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
