Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ડિઝિટલ ક્રાંતિ, ગ્રામ પંચાયતોને મળશે સીધો લાભ

Live TV

X
  • ગુજરાતમાં હવે ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લોકોની સુવિધા માટે ડિજિટલ સેવા-સેતુની શરૂઆત કરાવી છે. જેના કારણે હવે લોકોને સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. ગામડાના લોકોને ગ્રામ પંચાયતમાં જ વિવિધ સેવાઓનો લાભ મળી રહેશે.

    પ્રથમ તબક્કામાં ડિજિટલ સેવાથી રાજ્યની બે હજાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે અને આ સેવાની શરૂઆત 8 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.ત્યારે આ સેવા અંગે માહિતી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું, કે ડિસેમ્બર 2,020 સુધીમાં રાજ્યની 8 હજાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. હવે વિવિધ સેવાઓ માટે એફિડેફિટ કરવાની સત્તા નોટરી, તાલુકા મેજિસ્ટ્રેટ સાથે તલાટીને પણ આપવામાં આવશે.

    જેના કારણે હવે ઘર આંગણે જ એફિડેવિટ કરાવી શકાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા મિશનને આગળ ધપાવવા ગુજરાતે મીટ માંડી છે અને સમગ્ર દેશમાં ડિજિટલ સેવાઓ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply