Skip to main content
Settings Settings for Dark

15 ઑક્ટો.થી થિએટરો શરૂ, ગુજરાત થિએટર એસો.એ માન્યો સરકારનો આભાર

Live TV

X
  • કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી ૧૫ ઓક્ટોબરથી સિનેમાઘરો શરતો સાથે ખોલવાની મંજૂરી મળતાં ગુજરાત મલ્ટિપ્લેક્સ સિનેમા એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

    ગુજરાત મલ્ટિપ્લેક્સ સિનેમા એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય બગડાઇએ જણાવ્યું હતું કે છેલ્લા ૬ મહિનામાં રાજકોટના તમામ સિનેમાઘર માલિકોને કુલ ૧૦ થી ૧૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

    તેમણે કહ્યું કે સરકારે સિનેમાઘર ખોલવા છૂટછાટ તો આપી પરંતુ હાલમાં કોઈ નવી ફિલ્મ આવવાનો વિકલ્પ ના હોવાથી દર્શકોને જુની ફિલ્મો બતાવવી પડે તેવી સ્થિતી છે.

    પ્રેક્ષક સિનેમાઘરમાં ફિલ્મ જોવા આવે તે પણ નક્કી નથી. તે સંજોગોમાં સંગઠન દિવાળીના એક અઠવાડિયા પહેલા તમામ થિયેટરો શરૂ કરવા વિચારી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મલ્ટિપ્લેકસ માલિકો સિનેમાઘરો શરૂ કરવાની તૈયારી દર્શાવશે તો સરકારની તમામ ગાઇડલાઇન મુજબ શો શરૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply