રૂરલ IT ક્વિઝ કોમ્પિટિશનમાં મોડાસાની પલ મોદીએ અવ્વલ સ્થાન મેળવ્યું
Live TV
-
ગુજકોસ્ટ દ્વારા આયોજીત રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશન- 2020 સ્પર્ધામાં મોડાસાની પલ મોદીએ અવ્વલ સ્થાન મેળવ્યું છે.
રાજ્ય માટે યોજાયેલી ક્વીઝ સ્પર્ધામાં મોડાસા શહેરની માધ્યમિક શાળાના ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પલ મોદીએ સિદ્ધિ મેળવતાં શાળા પરિવાર પણ ખુશ છે.
વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક અભ્યાસની સાથે સાથે વૈજ્ઞાનિક વિષય પર જાગૃતિ વધે તે હેતુસર ગુજરાત ગુજકોસ્ટ દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન થતું હોય છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે સ્પર્ધાનું ઓનલાઇન આયોજન થયું હતું.
સ્પર્ધા માટે રાજ્યની શાળાઓમાં ધોરણ 8 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. રાજ્યમાંથી 1 હજાર 165 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતુ. સ્પર્ધાને અંતે પલ મોદી 200 વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે રહી છે.
