શું તમને કોઈ સરકારી યોજના વિશે ખબર નથી, તો આ રહ્યું હેલ્પડેસ્ક!
Live TV
-
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવવી હવે વધુ સરળ બનશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરાયેલા 'વ્હોટ્સએપ હેલ્પડેસ્ક'નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
યોજના અંગે માહિતી મેળવવા માટે નાગરિકોએ 0261-2300000 નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને 'hi' મેસેજ કરવાનો રહેશે ત્યાર બાદ મેસેજ આવશે જેનો રીપ્લાય '0' લખીને મોકલવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે. નાગરિકોને જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલશે એટલે જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે.
