ગુજરાતમાં નલિયા સૌથી ઠંડું શહેર, 48 કલાક ઠંડીની આગાહી
Live TV
-
3.6 ડિગ્રી સાથે નલિયા બન્યું ઠંડુગાર
દેશના ઉત્તર - પૂર્વ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા ખાતે 3.8 ડિગ્રી સાથે છેલ્લાં ચાર વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. તો ડિસામાં 6.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડીએ 10 વર્ષનો રેકર્ડ તોડ્યો હતો. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચો રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં અતિશય વધારો થઈ શકે છે. અમદાવાદમાં ભારે ધુમ્મસને કારણે ગઈકાલે 43 જેટલી ફ્લાઇટનું સમયપત્રક ખોરવાયું હતું. એક ફ્લાઇટને રદ કરવાની પણ ફરજ પડી હતી.
આ તરફ ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને બિહાર માટે રેડ કોડેડ ચેતવણી બહાર પાડી છે. લોકોને ઠંડીથી બચવા પહેલેથી જ ચેતવણી અપાઈ છે. આવનારા બે દિવસ દરમિયાન આ રાજ્યોના ઉત્તરીય પ્રદેશોમાં શીતલહેર ચાલુ રહેશે. જમ્મુ - કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક અને બે જાન્યુઆરીએ બરફવર્ષા થઈ શકે છે. પંજાબ , હિમાચલમાં લોકો ધુમ્મસનો પણ સામનો કરી રહ્યા છે. હિમાચલના કેટલાક વિસ્તારમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે જતુ રહ્યું છે. શનિવારે દિલ્હીમાં મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો. શનિવારે સવારે દિલ્હીમાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
