સૂરત : સુરતમાં માનવ તસ્કરીના કૌભાંડનો થયો પર્દાફા, બાળમજુરી માટે લાવવામાં આવેલા 130 બાળકોનો છોડાવવામાં આવ્યા
Live TV
-
સૂરતમાંથી બાળ મજુરી માટે વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવેલા 130 બાળકોનો છોડાવવામાં આવ્યા છે. દિલ્હી - રાજસ્થાનથી માનવ તસ્કરી કરીને સૂરત લાવવામાં આવતા કૌભાંડનો પણ તે સાથે પર્દાફાશ થયો છે. આ બાળકો પાસે બાળમજુરી કરાવવામાં આવતી હતી. સેન્ટ્રલ આઈબી રાજસ્થાન અને સૂરત પોલીસ અને બચપન આંદોલન બાળ પંચ દ્વારા થયેલી સંયુક્ત કાર્યવાહીને કારણે આ રેકેટનો પર્દાફાશ થયો છે. સ્થાનિક ઉદ્યોગોમાં આ બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હતી. સૂરતની એક સોસાયટીમાં સવારે પાંચ વાગે છાપો મારીને આ કાર્યવાહી કરાઈ હતી. આ બાળકોને રાજસ્થાન પરત લઈ જઈને માતા - પિતાને સોંપવામાં આવશે. કેસમાં કેટલાક વેપારીઓ અને દલાલોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
