ગુજરાતમાં નવા 539 પોઝિટિવ કેસ, જ્યારે 535 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 539 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 306 પોઝિટિવ કેસ આવ્યા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 103 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓ સાજા થતાં તેમની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ સાજા થયેલ દર્દીની સંખ્યા 18702 થઈ છે. ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1639 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 66 લોકો વેન્ટિલેટર પર છે તો 6330 લોકો સ્ટેબલ છે.
