રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ સુરતની લીઘી મુલાકાત
Live TV
-
કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ ને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આજે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના દર્દીઓ ની વધી રહેલી સખ્યાં ના કારણે સરકારી હોસ્પિટલોની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી તેઓએ જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે કરી શકાય એ માટે પ્રાઈવેટ હોસ્પિટલ નો સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યા છે સુરતના કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. સુરતમાં ખાસ કરીને કતારગામમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે જેમાં રત્ન કલાકારોને વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે જે અંગે જણાવ્યું હતું કે ત્યાં હાલ સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે.
