ગુજરાતમાં નવા 58 પોઝિટિવ કેસ, કોરોનાના કુલ દર્દી 929 : ડો. જયંતિ રવિ
Live TV
-
આજ રોજ કોરોના વાયરસના 9 દર્દી ડિસ્ચાર્જ થયા
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. ત્યારે છેલ્લા 24 કલાકની કોરોનાની સ્થિતિની માહિતી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 53 પોઝિટિવ કેસ આવતા કુલ કોરોના પીડિતોની સંખ્યા 929 થઇ છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજ રોજ કોરોના વાયરસને કારણે કોઈ મોત થયુ નથી. તો આજે 8 વેન્ટિલેટર પર છે. ત્યારે આજે રાજ્યમાં 9 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે.
આજના નવા કેસ
અમદાવાદ ૫૩
સુરત ૨
વડોદરા ૧
રાજકોટ ૧
અરવલ્લી ૧
