ગુજરાતમાં પાકિસ્તાન સરહદે BSFના જવાનોને 240 જેટલી સાયકલોનું વિતરણ
Live TV
-
ગુજરાતમાં પાકિસ્તાન સરહદે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને, 5 સેવાકીય ટ્રસ્ટ દ્વારા 240 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પાકિસ્તાન સરહદે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને, 5 સેવાકીય ટ્રસ્ટ દ્વારા 240 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. બોર્ડર પર ફરજ બજાવતા જવાનો એવા દુર્ગમ સ્થળ પર ફરજ બજાવે છે, જ્યાં સાયકલ સિવાય અન્ય કોઇ વાહન ન જઇ શકતાં હોવાથી, જવાનોને 15થી 20 કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જવાનોને ગાંધીનગર ખાતે એડિશનલ ડીઆઇજી અજય તોમરની ઉપસ્થિતિમાં 240 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જવાનોના બાળકોને પણ 30 ટકા ઓછી કિંમતે સાયકલનું વિતરણ કરવા અંગે સાયકલ કંપની ના CEO વિચારી રહ્યા છે. આ અવસરે ડીઆઈજી અજય તોમરે જણાવ્યું હતું, કે સરહદ પર દેશની સેવા કરતા જવાનોની સુખસુવિધા માટે વિચારવું તે પણ એક દેશસેવા જ છે.
