સુરતમાં અનોખી શિબિર, ધાત્રી સ્ત્રીઓએ યશોદા બની પોતાના દૂધનું કર્યુ દાન
Live TV
-
સુરત સ્મીમેર હોસ્પિટલ અને સુરતની કચ્છ કાડા પાટીદાર સોસાયટી દ્વારા એક અનોખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત સ્મીમેર હોસ્પિટલ અને સુરતની કચ્છ કાડા પાટીદાર સોસાયટી દ્વારા એક અનોખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં મોટી સંખ્યામાં ધાત્રી સ્ત્રીઓએ યશોદા બની પોતાના દૂધનું દાન કર્યું હતું.આ દૂધ જે બાળકો નોધાર છે.જેમની માતા નથી તેમને આપવામાં આવ્યું હતું.આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ જે બાળકોની માતા નથી અને જે બાળકો કુપોષણનો શિકાર બન્યા છે તેમને માતાનું શ્રેષ્ઠ દૂધ આપવાનો હતો.માતાનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.થોડા વર્ષો પહેલા સ્મીમેર હોસ્પિટલે દૂધ નીયશોદા દૂધ બેન્કના નામથી એક યોજના શરૂ કરી હતી.જેમાં 130 મહિલાઓએ દૂધનું દાન કર્યું હતું.
