ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો: દાહોદ 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Live TV
-
ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો: દાહોદ 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની શરૂઆતમાં જ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારે અને સાંજે ફૂંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં શિયાળાની તીવ્રતા વધારે અનુભવાઈ રહી છે.
મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન
રાજ્યના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો, દાહોદ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે વડોદરા, ડીસા અને રાજકોટમાં અનુક્રમે 13, 13. 9 અને 13.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો અમદાવાદ, અમરેલી, ગાંધીનગર અને ભાવનગરમાં 15 .5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે જતાં લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે. આગામી દિવસોમાં પણ ઉત્તરના પવનોને કારણે ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
