Skip to main content
Settings Settings for Dark

દાંતા તાલુકાના આદિવાસીઓ માટે વિકાસલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ

Live TV

X
  • દાંતા તાલુકાના આદિવાસીઓ માટે વિકાસલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ: શિક્ષણ, આરોગ્ય અને આવાસમાં નોંધપાત્ર પ્રગતિ

    બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે, જેના પરિણામે શિક્ષણ, આરોગ્ય અને આવાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે.

    શિક્ષણ અને આરોગ્યમાં સશક્તિકરણ

    આદિવાસી બાળકોના શૈક્ષણિક સશક્તિકરણ માટે દાંતા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી શાળાઓમાં ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી બાળકો સારું શિક્ષણ મેળવી શકે. આદિવાસી વસ્તીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તાલુકામાં 15 જેટલા આરોગ્ય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પણ એક મોટી હોસ્પિટલ કાર્યરત છે, જે સમગ્ર વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.

    આવાસ યોજનામાં કીર્તિમાન

    દાંતા તાલુકામાં આદિવાસીઓને પાકા મકાનો પૂરા પાડવાની દિશામાં સરકારે મોટું લક્ષ્ય હાંસલ કર્યું છે. વર્ષ 2024 સુધીમાં 5800 ઉપરાંતના લક્ષ્યાંક સામે, દાંતા તાલુકામાં 4000 થી વધુ મકાનોનું બાંધકામ પૂર્ણ કરીને લાભાર્થીઓને તેની સોંપણી કરી દેવામાં આવી છે.

    બોર્ડર વિલેજ ટ્રાયબલ આવાસ યોજના: 

    સરહદી ગામોના આદિવાસીઓ માટેની આ વિશિષ્ટ યોજના હેઠળ 175 લાભાર્થીઓ પૈકી 37 લાભાર્થીઓના મકાનો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે, બાકીના 138 જેટલા મકાનોનું બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સરકારી યોજનાઓના અસરકારક અમલ દ્વારા દાંતા તાલુકાના આદિવાસીઓનું જીવનધોરણ સુધારવાના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply