Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં બેવડી ઋતુની આફત: સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ

Live TV

X
  • ગુજરાતમાં બેવડી ઋતુની આફત: સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ

    ગુજરાતમાં હાલ અસહ્ય કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે. બુધવારે રાજ્યમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર ફરી એકવાર સૌથી ગરમ શહેર નોંધાયું હતું. જોકે, આ ભયંકર ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાના સંકેત આપ્યા છે. આગામી 30 મે થી 1 જૂન દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    ક્યાં કેટલો પારો નોંધાયો?

    બુધવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. અમદાવાદમાં 43. 6 ડિગ્રી, અમરેલી, અને ગાંધીનગર 42 તથા  રાજકોટ 43. 3,   ડીસામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

    આગામી 3 દિવસ ગરમી યથાવત રહેશે

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે કાળઝાળ ગરમીનો પ્રકોપ હજી યથાવત રહેશે. બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

    30 મે થી પ્રી-મોન્સૂન એક્ટિવિટી: આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

    ગરમીના આ રાઉન્ડ બાદ વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા લોકલ સિસ્ટમના કારણે આગામી 30 મે થી 1 જૂન સુધી ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 30 મે ના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 31 મે ના રોજ વરસાદનો વ્યાપ વધશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે માવઠું થઈ શકે છે.

    નિષ્ણાતોની સલાહ:

    હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદી માહોલ દરમિયાન પવનની ગતિ પણ તેજ રહી શકે છે. આથી ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને સામાન્ય નાગરિકોને ગરમી બાદ અચાનક બદલાતા હવામાનમાં તબિયતનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply