ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં છેલ્લા 9 વર્ષમાં નોંધાયો 45 ટકાનો ઘટાડો
Live TV
-
ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમનને કારણે માર્ગ અકસ્માતમાં વર્ષ 2012ની સરખામણીમાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં ટ્રાફિક વિભાગ માટે 4.66 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને આધુનિક બનાવવા માટે નવા 68 ઇન્ટરસેપ્ટર અને હાઇવે પેટ્રોલીંગ માટે 93 જેટલી નવી કાર, ક્રેઇન જેવા અનેક નવા વાહનો અને સાધનો ખરીદવામાં આવશે. જેનો હેતુ રાજ્યમાં રોડ સેફ્ટીના અસરકારક અમલનો છે.
