Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું, બે દિવસમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા 

Live TV

X
  • આક્ષેપ-પ્રતિઆક્ષેપથી , ગરમાયું રાજકારણ.

    રાજ્યસભા ચૂંટણીને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી , રાજ્યનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે વિધાનસભા ગૃહમાં સત્રની શરૂઆતમાં જ , કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે. તે પહેલાં કોંગ્રેસ પક્ષમાં મોટું ગાબડું પડી ગયું છે. બે દિવસમાં 5 ધારાસભ્યોએ , કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યના રાજીનામાં અંગે , વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ , ગૃહમાં સત્તાવાર જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, આજે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે , નારાજગી દર્શાવીને , કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલાં ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા.,, લિંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ., અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમન સિંહ જાડેજા., અને ગઢડાના ધારાસભ્ય , પ્રવિણ મારૂ , કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી ચુક્યા છે. રાજીનામાને લઈને , કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો, પ્રવાહ શરૂ થયો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply