ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી ઊંચાઈઓ: 12 વર્ષમાં 4 રિજનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં ગુજરાતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
રાજ્યમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી GUJCOST દ્વારા પાટણ, રાજકોટ, ભાવનગર અને ભુજ ખાતે 4 અત્યાધુનિક રિજનલ સાયન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જેનો 25.64 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.પાટણ: 2022 માં લોકાર્પણ બાદ 14.86લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવી ચૂક્યા છે. આ કેન્દ્ર 2700 થી વધુ શાળાઓને જોડીને વિજ્ઞાન પ્રસારનું એપીસેન્ટર બન્યું છે.
ભૂજ: 2.57 લાખથી વધુ મુલાકાતીઓ ધરાવતું આ કેન્દ્ર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી પણ આવેલી છે.ભાવનગર: 20 એકરમાં ફેલાયેલું આ સેન્ટર 'ગ્રીન મોડલ' તરીકે વિકસ્યું છે. અહીં 9D વર્ચ્યુઅલ રિયાલિટી અને મરીન ગેલેરી મુખ્ય આકર્ષણ છે.રાજકોટ: ઇનોવેશન અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી માટે જાણીતું આ સેન્ટર રોબોટિક્સ અને AR-VR ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને નવી પેઢીનું શિક્ષણ પૂરું પાડે છે.આ રિજનલ સાયન્સ સેન્ટરો માત્ર પ્રદર્શન સ્થળ નહીં, પરંતુ 'જીવંત પ્રયોગશાળા' બનીને રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા જગાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત જ્ઞાન-વિજ્ઞાનની દિશામાં સતત અગ્રેસર છે.
