ગુજરાતમાં વેપાર-ધંધાને અનુકૂળ વાતાવરણ-CM
Live TV
-
ફિક્કીની નેશનલ ઍક્ઝિક્યુટિવ કમિટી બેઠકને અમદાવાદમાં સંબોધન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફિક્કીની નેશનલ ઍક્ઝિક્યુટિવ કમિટી બેઠકને ગઈકાલે અમદાવાદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું , કે રાજ્યમાં વેપાર-ધંધાને અનુકૂળ વાતાવરણ, સરકારની નીતિઓના કારણે છે અને એકંદર શાંતિ છે. ગુજરાત , દેશના વિકાસમાં રૉલ મૉડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. દેશના જીડીપીમાં 7.6 ટકા ફાળો, નિકાસમાં 22 ટકા, સ્ટૉક કેપિટલાઇઝેશનમાં 30 ટકા, ઉત્પાદનમાં 19 ટકા , અને પૂંજી નિવેશમાં 8 ટકા ફાળો ગુજરાત આપી રહ્યું છે. મુખ્યમંત્રી એ ગુજરાતના વિકાસમાં ફિક્કીના યોગદાન , અને વાઇબ્રન્ટ સમીટની સફળતામાં , ફિક્કીના સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે ફિક્કીને હવેથી આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદો , કેવડીયામાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના સ્થળે યોજવાનું , પ્રેરક આહ્વાન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું , કે આ સ્થળે , વર્લ્ડ કલાસ ફેસિલિટીઝ વિકસાવવા , રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
