Skip to main content
Settings Settings for Dark

ગુજરાતે રચ્યો ઈતિહાસ: પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ’માં પ્રથમ ક્રમ

Live TV

X
  • 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 

    આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    આ પૂર્વે વર્ષ 2023માં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’, વર્ષ 2024માં ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ” તથા વર્ષ 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તેની વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લો ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ જીત્યા બાદ સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ 2026 માં આ પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply