ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં ભગવાન ધન્વતંરીની પૂજા કરવામાં આવી
Live TV
-
સમગ્ર વિશ્વમાં આજે આયુર્વેદ દિવસની ઉજવણી થઈ રહી છે. દેશની સૌથી જૂની અને સ્થાપિત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016થી ધન્વંતરી જયંતિ આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધનવંતરી જયંતિ પર દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાશે. આ વર્ષે આયુર્વેદ દિવસની વિષયવસ્તુ - 'હર દિન, હર ઘર' આયુર્વેદ રાખવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય આયુર્વેદના ફાયદાઓને પાયાના સ્તરે લોકો સુધી પહોચાડવાનો છે. ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ભગવાન ધન્વંતરિના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. BAMS ડોક્ટર્સ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પૂજન કાર્યક્રમમાં નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન, આરોગ્ય ભારતી તેમજ કચ્છ BHMS ડોક્ટર્સ એસોસિયેશન જોડાયા હતા. આયુર્વેદ હોસ્પિટલના કર્મચારીઓ અને BAMS એસો. દ્વારા પોષણક્ષમ આહાર પ્રતિયોગીતાનું આયોજન થયું હતું, જેમાં 18 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જામનગરની ગુલાબ કુવરબા મહાવિદ્યાલય અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં આજે ભગવાન ધન્વતંરીની પૂજા કરવામાં આવી હતી.
