IGBC ગ્રીનયોર સ્કુલ સ્પર્ધા 2022માં ડાંગ જીલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળા પ્રથમ નંબરે આવી.
Live TV
-
IGBC ગ્રીનયોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધા 2022માં ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળા દેશમાં પ્રથમ નંબર આવી. IGBC ગ્રીનયોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધા 2022માં બીલીઆંબા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો જ્યાં નેશનલ લેવલની આ સ્પર્ધામાં સંપૂર્ણ ભારત દેશમાંથી 538 જેટલી શાળાઓએ ભાગ લીધો અને છત્તિસગઢ રાજયની રાયપુર ઇન્ટર નેશનલ સ્કુલ, તેલંગાણા રાજયની ગોલકુંડા જવાહર નવોદય વિધાલય અને ગુજરાત રાજ્યની બીલીઆંબા પ્રાથમિકા શાળાની 3 ફાઇનલ શાળાઓમાં પસંદગી થઈ જે 3 શાળાઓએ IGBCના ભારતમાં આવેલ મુખ્ય મથક હૈદરાબાદ ખાતે પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું હતું. શાળાની આ સીધ્ધી બદલ આચાર્ય વિમલકુમાર અને રસિકભાઇએ જણાવ્યું હતું કે, બાળકો, શિક્ષકો અને ગામ લોકોના સહયોગના કારણે શાળાએ આવી અનેક સીધ્ધીઓ હાસલ કરી છે. આ સ્પર્ધામાં સહયોગ આપનાર શિક્ષણ વિભાગ અને સર્વશિક્ષા અભિયાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
