Skip to main content
Settings Settings for Dark

ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત બાદ પોલીસે ગુજરાતમાં દંડ લેવાનું બંધ કર્યુ, લોકોને ગુલાબ આપી શુભેચ્છા પાઠવી

Live TV

X
  • દિવાળીના તહેવારમાં ખાસ કરીને પોલીસ રસ્તા પર ટ્રાફિક નિયમનનું પાલન કરતી હોય છે, ત્યારે આ વખતે દિવાળીમાં શહેરોમાં પોલીસ લોકોને ટ્રાફિકનો નિયમ ભંગ કરવા બદલ ગુલાબના ફૂલ આપી રહી છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી, જેનું અમદાવાદ-સુરત અને ગુજરાતના વિવિધ શહેરોમાં પાલન શરૂ કરાયું છે.

    ગૃહ રાજ્યમંત્રીની સૂચનાનું પાલન
    અમદાવાદ શહેરના મોટા-મોટા ચાર રસ્તા અને ખૂબ ભીડવાળી જગ્યાએ જ્યારે વાહન પાર્કિંગથી લઈને રોંગ સાઈડ વાહન આવતા હોય ત્યારે પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે ગૃહ રાજ્યમંત્રીએ દંડ ના કરવાની સૂચના આપતા પોલીસ પણ પબ્લિક વચ્ચે અંતર ઘટે તે માટે દંડની જગ્યાએ ફુલ આવી રહી છે.

    દંડને બદલે સન્માનનો અનોખો પ્રયોગ
    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, દિવાળીના તહેવારમાં પોલીસ દંડ નહીં વસૂલે જેની પાછળ ઉદ્દેશ તહેવારોમાં પોલીસ સાથે ઘર્ષણ થવાને બદલે પોલીસ અને પબ્લિક વચ્ચે અંતર ઘટે અને તહેવારોમાં પરિવાર સાથે બહાર નીકળેલા લોકોને નિયમ ભંગ કરવા બદલ દંડના બદલે પોલીસ હસીને તેમને આવકારે તેઓ અનોખો પ્રયોગ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply