ગુજરાત એ.ટી.એસને ડ્રગની આંતરરાષ્ટ્રીય હેરાફેરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી
Live TV
-
બાતમી આધારે એ.ટી.એસે ઇરાનની એક શંકાસ્પદ નૌકાનો પીછો કર્યો હતો. રૂપિયા 500 કરોડની કિંમતના 100 કિલો કેફી દ્રવ્યોની ગેરકાયદે હેરાફેરી કરી રહેલી નૌકાનો પીછો થતાં દાણચોરો ગભરાઈ ગયા હતા.
ગુજરાત એ.ટી.એસને ડ્રગની આંતરરાષ્ટ્રીય હેરાફેરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સમુદ્ર માર્ગે કેફી દ્રવ્યોની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી આધારે એ.ટી.એસે ઇરાનની એક શંકાસ્પદ નૌકાનો પીછો કર્યો હતો. રૂપિયા 500 કરોડની કિંમતના 100 કિલો કેફી દ્રવ્યોની ગેરકાયદે હેરાફેરી કરી રહેલી નૌકાનો પીછો થતાં દાણચોરો ગભરાઈ ગયા હતા. નૌકામાં સવાર નવ ડ્રગ માફીયા નૌકાને આગ ચાંપીને દરિયામાં કૂદી પડ્યા હતા. તેમ છતાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને એ.ટી.એસે તમામ નવ દાણચારોને ઝડપી પાડયા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓને 100 કિલો હેરોઇન સાથે ડ્રગ માફિયાઓને જીવતા ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ડ્રગ માફિયાને પોરબંદર લાવવામાં આવ્યા હતા.
