ભાજપે બનાસકાંઠા, પંચમહાલ, પોરબંદર બેઠક પર કર્યા ઉમેદવાર જાહેર
Live TV
-
બનાસકાંઠા બેઠકથી પરબત પટેલ પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક અને પંચમહાલ લોકસભા બેઠક પરથી રતનસિંહના નામની જાહેરાત કરવામાં આવી છે.આમ ભાજપ દ્વારા આ ત્રણેય બેઠક પરના વર્તમાન સાંસદ અનુક્રમે હરિભાઈ ચૌધરી, વિઠ્ઠલ રાદડીયા અને પ્રભાતસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા નથી
ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં બનાસકાંઠા બેઠકથી પરબત પટેલ પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક અને પંચમહાલ લોકસભા બેઠક પરથી રતનસિંહના નામની જાહેરાત કરવામાં આવી છે.આમ ભાજપ દ્વારા આ ત્રણેય બેઠક પરના વર્તમાન સાંસદ અનુક્રમે હરિભાઈ ચૌધરી, વિઠ્ઠલ રાદડીયા અને પ્રભાતસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા નથી. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 19 ઉમેદવાર જાહેર કરાયા છે. આ 19 બેઠકો પૈકી પાંચ વર્તમાન સાંસદની ટિકિટ કાપવામાં આવી છે. પંચમહાલ લોકસભા માટે રતનસિંહ રાઠોડની પસંદગી થતાં ભાજપ કાર્યકરોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. ઢોલનગારા વગાડીને અને ફટાકડા ફોડીને લુણાવાડામાં ઉમેદવારી અંગેની જાહેરાતને કાર્યકરોએ વધાવી લીધી હતું. ગોધરા ખાતેના ભાજપ કાર્યલય ખાતે પણ રતનસિંહ રાઠોડનું ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સ્વાગત કર્યું હતું
