ભાજપા અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચૂંટણી ઉમેદવારી પત્ર ભરશે
Live TV
-
ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા ચૂંટણી ઉમેદવારી પત્ર ભરશે. જે દરમિયાન કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, રામ વિલાસ પાસવાન, સહિત વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે. ઉમેદવારીપત્ર ભરતા પહેલાં અમિત શાહ ચાર કિલોમીટર લાંબો રોડ શો કરશે. જે અમદાવાદની સરદાર પટેલ પ્રતિમાથી શરૂ કરીને ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક ખાતે સંપન્ન થશે. રોડ - શો શરૂ કરતાં પહેલા શાહ લોકોને સંબોધન કરશે. અમીત શાહ અમદાવાદ આવી પહોંચતાં હવાઈમથકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના પ્રભારી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અગ્રણી નેતાઓએ સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે 23 એપ્રિલે યોજાનાર મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ચાર એપ્રિલ છે.
