ગુજરાત એટીએસ અને સુરત પોલીસ એસઓજી ની સફળ કામગીરી
Live TV
-
ગુજરાત એટીએસ અને સુરત પોલીસની એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કોટિક્સ અને હત્યાના ગુનામાં નાસતા ફરતા છ આરોપીઓને ઓરિસ્સાથી ઝડપી પાડ્યા હતા. આ માટે વરાછા પીએસઆઇ પી.બી. જાડેજા લિંબાયત પીએસઆઇ એસ.એસ.મલિક તથા અલગ અલગ પોલીસ મથકના કર્મીઓની એક ટીમ બનાવાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી.એ જણાવ્યું હતું કે, ઓરિસ્સાના અલગ અલગ વિસ્તારમાં છાપો મારીને લિંબાયત, કતારગામ અને અમરોલી પોલીસ મથકના નાર્કોટિક્સના ગુનામાં 9 વર્ષથી નાસતો આરોપી સિમાંચલ 5 વર્ષથી ફરાર આરોપી સુભાષ રાઉત અને 3 વર્ષથી ફરાર રાજુ ઉર્ફે રાજેન્દ્ર ભીકા બહેરા વગેરે આરોપીઓને ઝડપી લેવાયા હતા.
