ડાંગનો બોટનિકલ ગાર્ડન લગભગ 24 હેક્ટરમાં ફેલાયેલા ગાર્ડનમાં ગ્રીન પ્લાન્ટ આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
ડાંગનો બોટનિકલ ગાર્ડન લગભગ 24 હેક્ટરમાં ફેલાયેલો છે. અહીં દુર્લભ ઔષધિઓનો ભંડાર તથા ગ્રીન પ્લાન્ટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વનસ્પતિક દવાઓના વિભાગમાં અનેક એવી વનસ્પતિ છે જે દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવાય છે. પામ વિભાગમાં પામની તથા ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની અનેક જાતો જોવા મળે છે. મુલાકાતીઓને ગાર્ડનની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે વિશાળ પુસ્તકાલય બનાવાયું છે. ગુજરાતમાં મોટાભાગે દુર્લભ ગણાતા વૃક્ષો અહીં જોવા મળે છે. લગભગ 3 લાખથી પણ વધારે વૃક્ષો આ ગાર્ડનમાં જોવા મળે છે. સંશોધનકર્તા અને પ્રવાસીઓ માટે ખાસ ગાઇડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થાનિક ડાંગીઓને રોજગારી મળી રહે તેવા આશયથી ડાંગી વસ્તુનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
