ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વચ્ચે અગત્યના એમ.ઓ.યુ.થયા
Live TV
-
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વચ્ચે અગત્યના લોક ઉપયોગી થાય તેવા કાર્યો હાથ ધરવા માટે તાજેતરમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
સહયોગના ઉદ્દેશ્યથી, વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માટે તકનિકી સમિતિઓની રચના કરવા,માનકીકરણ સંબંધિત આર.એન્ડ ડી.પ્રોજેક્ટ માટે માળખાકીય સુવિધાઓ હાથ ધરવા અને વિકસાવવા તથા સંયુક્ત રીતે પરિષદ,પરિસંવાદ,વર્કશોપ અને સિમ્પોઝિયા વગેરેનું આયોજન કરવાના રચનાત્મક ઉદ્દેશથી એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં કુલપતિ ડો.રાજુલ ગજ્જર, બી.આઇ. એસ.પશ્ચિમ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર જનરલ સંજ્ય ગોસ્વામી,પ્રાદેશિક નિયામક સુમિત સેંગર, કુલસચિવ ડો.કે.એન.ખેર,જી.એસ.ઈ.ટી.ના ડાયરેકટર ડો.એસ.ડી. પંચાલ,આર.ડી.સી.ના ડાયરેકટર ડો.આર.એ.ઠક્કરની ઉપસ્થિતિ રહ્યા હતા.
