ગુજરાત પહોંચ્યા અમિત શાહ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નિધનના શોકને લઈ હવે અમિત શાહનું સાદગીપૂર્ણ સ્વાગત કરાયું હતું
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે ગઇકાલે પહોંચ્યા હતાં. જ્યાં તેમનુ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે ગુજરાત ભાજપા દ્વારા તેમના ભવ્ય સ્વાગતનું આયોજન કરાયું હતું પરંતુ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નિધનના શોકને લઈ હવે અમિત શાહનું સાદગીપૂર્ણ સ્વાગત કરાયું હતું.
અમિત શાહ ગુરૂવારે સવારે અમદાવાદ સાયન્સ સીટી રોડ ખાતે મિલેનિયમ ટ્રી કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વની સૌપ્રથમ બેટરી સંચાલીત સિટીબસ સેવાનું લોકાર્પણ કરશે, ત્યારબાદ બપોરે 3 કલાકે તેઓ ગાંધીનગર ખાતે ભારત સરકારના દિશા કાર્યક્રમની કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જ્યારે સાંજે પાંચ કલાકે પીડીપીયુના 7મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
