Skip to main content
Settings Settings for Dark

મિશન મિલયન ટ્રીઝ અભિયાન હેઠળ ગૃહમંત્રી અમિત શાહે કર્યું વૃક્ષારોપણ

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાકૃતિક સંવર્ધન અને પર્યાવરણની જાળવણી માટે મિશન મિલિયન ટ્રીઝ અભિયાન શરુ કર્યું છે.

    ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અમિત શાહે મિશન મિલયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અમિત શાહ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આર.સી.ફળદુ, પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.

    ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાકૃતિક સંવર્ધન અને પર્યાવરણની જાળવણી માટે મિશન મિલિયન ટ્રીઝ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. 'ગ્રીન સીટી ક્લિન સીટી' હેઠળ અમદાવાદ કોર્પોરેશને દસ લાખ વૃક્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. ગુજરાતના વિકાસની સાથે પ્રદુષણ મુક્ત શહેરનો લક્ષ્યાંક અને હેપીનેસ ઈન્ડેક્સને વધારવાની દિશામાં રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગ એક ડગલું આગળ વધ્યાં છે.

    જે રીતે શહેરીજનોએ હેરિટેજ સિટી અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ મહાનગર બનાવ્યું છે એ જ રીતે અમદાવાદને દેશનું સૌથી હરિયાળું શહેર બનાવવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply