100 મહત્વના સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી
Live TV
-
શ્રેષ્ઠ 100 મહત્વના સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ સામેલ થતા ખુશી વ્યક્ત કરી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના શ્રેષ્ઠ 100 મહત્વના સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ સામેલ થતા ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, એવા સમાચાર જે તમને રોમાંચિત કરશે. મને જણાવતા આનંદ થાય છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે 134 મીટરના સ્તરે પહોંચી ગઈ છે, આ માહિતીને શેર કરવા બદલ હું આનંદ અનુભવું છુ. આકર્ષક દ્રશ્યની કેટલીક તસવીરો શેર કરૂ છુ, મને આશા છે કે તમે આ ઐતિહાસિક સ્થાન પર જશો અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જોશો.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, TIME મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા 2019ના મહત્વના 100 સ્થાનોની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સ્થાન મેળવ્યું છે. થોડા દિવસો પહેલા એક જ દિવસમાં 34,000 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને રેકોર્ડ સર્જ્યો હતો. મને આનંદ છે કે તે એક લોકપ્રિય પર્યટક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
