ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોકન સંસ્કૃત વર્ગો શરૂ થયા
Live TV
-
દેવભાષા સંસ્કૃત લુપ્ત થઈ રહી છે ત્યારે ફરીથી સંસ્કૃત લોકો જાણતા થાય તેમજ વ્યવહારમાં બોલતા થાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોકન સંસ્કૃતના વર્ગો ચાલુ થયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સંસ્કૃત વિભાગ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠી યોજાઈ હતી. સંસ્કૃત ભાષા શિક્ષણની વર્તમાન સમયમાં પ્રાસંગિકતા વિષય ઉપર યોજાયેલા સેમિનારમાં મહર્ષિ પાણીની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટીના પૂર્વકુલપતિ પંડિત મિથીલાપ્રસાદ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષામાં જે સાહિત્ય છે તે ઉત્તમ સાહિત્ય છે. વેદોને અને ધર્મને જણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી જરૂરી છે. વધુમાં વધુ લોકો સંસ્કૃત વાચે, બોલે અને સમજે તે માટે સંસ્કૃતને પ્રોત્સાહન આપવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતિ સાહિત્ય અને ભાષા સાહિત્ય ભવનના વડા ડૉ. કમલેશ ચોકસીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ સંસ્કૃતને જાણવું જ પડશે કારણ કે માનવજીવન જીવવા અને ધર્મ અને નીતિશાસ્ત્રને જાણવા સંસ્કૃત શીખવું પડશે. સેમિનારમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.
