Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મકાઈ અને ડાંગરની ખરીદી શરૂ

Live TV

X
  • જિલ્લા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે આજે દાહોદ A.P.M.C. ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ખરીદી શરૂ કરાઈ

    દાહોદ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મકાઈ અને ડાંગરની ખરીદી શરૂ થઈ છે. જિલ્લા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે આજે દાહોદ A.P.M.C. ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ખરીદી શરૂ કરાઈ હતી. ખરીફ માર્કેટિંગ સિઝન 2018-19 માં ભારત સરકાર દ્વારા નક્કી થયેલ લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ ડાંગર અને બાજરીની ખરીદી ગઇકાલથી 31 ડિસેમ્બર સુધીના સમય ગાળા દરમ્યાન ઇ-પ્રોક્યોરમેન્ટ હેઠળ કરવા ની રહેશે. આ સિઝનમાં સરકારનો ડાંગર 5000 મેટ્રિક ટન મકાઈ અને બાજરીનો 2000 મેટ્રિક ટનની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરવા માં આવ્યો છે. આ ખરીદીથી દાહોદ જિલ્લામાં દાહોદ ઝાલોદ અને દેવ ગઢબરીયામાં ખરીદી કરવામાં આવશે અને ખેડૂતને ડિજિટલ પેમેન્ટ થઈ તરત જ પેમેન્ટ કરી દેવામાં આવશે.

    આ સાથે મહીસાગર જિલ્લાના સંતરામપુર, વીરપુર, બાલાસિનોર, લુણાવાડા અને કડાણા ગોડાઉન તેમજ APMC કેન્દ્રો પરથી પણ ખેડૂતો પાસેથી ડાંગર, મકાઈ, બાજરીની સીધી ખરીદી શરુ કરી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply