મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે
Live TV
-
31 ઓકેટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કરવાના છે
31 ઓકેટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કરવાના છે ત્યારે અહીં લોકાર્પણ માટે ની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. આવતી કાલે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા આવશે. આવતીકાલે સવારે 10 કલાકે કેવડિયા ખાતે તેઓ હેલિ પેડ થી ઉતરાણ કરશે. મુખ્યમંત્રી આ અંગે ની તૈયારીઓ નું પ્રેઝનટેશન પણ નિહાળશે તેમજ સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટીની મુલાકાત કરશે. સાથે જ અહીં ફોર લેન રસ્તા નું કામ તેમજ રોડ ને જોડતા પુલ નું કામ પણ યુદ્ધ ના ધોરણે ચાલી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય ઈજનેર P.C. વ્યાસે આ અંગે માહિતી આપી હતી.
