ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ Live, ગુજરાતની 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત
Live TV
-
આજે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોને લઇને મતગણતરીને વિશેની પળેપળની ખબર આપ મેળવતા રહેશો.
ગુજરાતમાં મતગણતરી શરૂ થતાની સાથે જ ભાજપે ખાતું ખોલી દીધું છે. ગણતરી શરૂ થતાની સાથે જ ભાજપ 7 સીટો સાથે આગળ ચાલી રહ્યું છે. મતગણતરીમાં સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના વલણોમાં ભાજપ પક્ષ આગળ જોવા મળી રહ્યો છે.
- છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા 322490 મતથી આગળ
- જામનગરથી પૂનમબેન માડમ 203777 થી આગળ, કોંગ્રેસના મુળુભાઇ કંડોરિયા પાછળ
- અમરેલીથી ભાજપના નારણભાઈ કાછડિયા 59425 મતોથી આગળ, કોંગ્રેસના પરેશ ધાનાણી પણ પાછળ
- ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 238663 મતથી આગળ
- પંચમહાલથી ભાજપના રતનસિંહ રાઠોડ 9520 મતથી આગળ, કોંગ્રેસના વીકે ખાંટ પાછળ
- વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ આગળ, જીત નક્કી
- નવસારીથી ભાજપના આર.સી. પટેલ આગળ
- બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબત પટેલ આગળ
- ઉંઝાથી ભાજપના આશાબેન આગળ
- રાજકોટથી ભાજપના મોહન કુંડારિયા 18610 મતથી પ્રથમ રાઉન્ડમાં આગળ
- પોરબંદરથી રમેશ ધડૂકનો વિજય લગભગ નક્કી
- સુરતથી દર્શનાબેન જરદોશ 435486 મતોથી આગળ, કોંગ્રેસના અશોક પટેલ પાછળ
- આણંદથી ભાજપના મિતેષ પટેલની જીત નક્કી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી હાર તરફ
- અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલની જીત નિશ્ચિત
- અમદાવાદ પશ્ચિમથી ડૉ. કિરીટ સોલંકીની જીત નક્કીતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
તમે #Janadesh2019 યુ ટ્યૂબ પર લાઈવ નિહાળી શકો છો.
